All content for Gujrati Poems is the property of Dipika Kakadiya and is served directly from their servers
with no modification, redirects, or rehosting. The podcast is not affiliated with or endorsed by Podjoint in any way.
Hello everyone..I m not proffesionally writer but here I tried to write and explain it among u ..I hope you like it
હા મને આદત છે ..
સવારે ઉઠીને તારો ચહેરો જોવાની,
મારા દિવસની શરૂઆત તારી શુભેચ્છાથી કરવાની..
સવારેેે તુ ઓફિસ જાય ત્યારે ઝરૂખામાં ઊભી રહીને,
હા ,મને આદત છે ,તુ દેખાય ત્યાં સુધી તને જતો જોવાની
લડવા, ઝઘડવા અને રીસાવવાની,
હા મને આદત છે, તારા મનાવ્યા વગર જ માની જવાની...
માંગેલી હજારો ખુશીઓ તુ આપશે મને,
પણ હા મને આદત છે, વણ માગેલી એ સુખની ક્ષણ માણવાની...
આખો દિવસ ગમેેે તે કામમાં પસાર કરી દઇશ,
પણ મને આદત છે તારા આવવાના સમયે દરવાજે તારી રાહ જોવાની
તું નારાજ થાય ,ગુસ્સે થાય કે ના પાડે તો પણ,
મને આદત છે તારી સામે જીદ કરવાની..
સવારના પ્રેમાળ આલિંગન થી લઈને સાંજેે તારા ખભા પર માથું રાખીને સૂવા સુધી,
હા ,મને આદત છે તારી સાથે જિંદગી જીવવાની...
તારા કામમાં મદદ થી લઈને તનેે પ્રેમથી વાનગી બનાવીને ખવડાવવાની
હા ,મને આદત છે તને મારી આદત લગાવવાની...
....દિપુ
Gujrati Poems
Hello everyone..I m not proffesionally writer but here I tried to write and explain it among u ..I hope you like it